લોડ થઈ રહ્યું છે...

દાહોદ સબ જેલમાં દશા માની મૂર્તિની સ્થાપના, બંદીવાનોમાં ભક્તિનો માહોલ

દાહોદ: દાહોદ સબ જેલ ખાતે દશા માના પવિત્ર વ્રત ઉત્સવ નિમિત્તે ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે દશા માની મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. જેલ પ્રશાસન અને બંદીવાનોના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં બંદીવાનોમાં શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બંદીવાનોમાં આધ્યાત્મિક ભાવના કેળવાય અને સન્માર્ગે વળવાની પ્રેરણા મળે તે હેતુથી જેલ પરિસરમાં દશા માની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિ સ્થાપના બાદ અનેક બંદીવાનોએ શ્રદ્ધાભાવ સાથે દશા માના દસ દિવસના વ્રત અને ઉપવાસનો સંકલ્પ લીધો હતો.
વ્રતના દસ દિવસ દરમિયાન જેલ પરિસરમાં દરરોજ સવારે અને સાંજે મંત્રોચ્ચાર સાથે દશા માની આરતી તથા પૂજા કરવામાં આવશે. આ ધાર્મિક આયોજનથી બંદીવાનોમાં આધ્યાત્મિકતા સાથે માનસિક શાંતિ અને સકારાત્મક વિચારસરણી વિકસે તેવો પ્રયાસ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે. દાહોદ સબ જેલ અધિક્ષક એમ.એલ. ગમારા સહિત જેલ સ્ટાફના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં બંદીવાનો પણ ભક્તિભાવથી જોડાયા હતા.