લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારિયાના ભડભા ગામે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ

દેવગઢ બારિયા: તાલુકાના ભડભા ગામે આવેલી વાટીકા ગ્રીન રિસોર્ટ ખાતે ગુજરાતી ફિલ્મ **‘ધુળકી તારી માયા લાગી પાર્ટ-2’**નું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના શૂટિંગને લઈને આસપાસના ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો શૂટિંગ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ભડભા ગામમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં સ્થાનિક લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકારો અને ટીમને જોવા માટે આસપાસના લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયા તાલુકામાં અગાઉ પણ અનેક ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. કુદરતી સૌંદર્ય અને ગ્રામ્ય વાતાવરણને કારણે ફિલ્મ નિર્માતાઓ માટે દેવગઢ બારિયા તાલુકો શૂટિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રિપોર્ટર: દર્શન સુતરીયા | દેવગઢ બારિયા