દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
દાહોદ: દાહોદ જિલ્લામાં છેલ્લા એક કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
મળતી માહિતી મુજબ લીમડી, ઝાલોદ, ટાંડી, લીમખેડા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અચાનક શરૂ થયેલા ભારે વરસાદને પગલે જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે.
વરસાદના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સારો વરસાદ થતાં ખેતીપાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં આનંદ છવાયો છે.
હાલ દાહોદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે.