સુખસરમાં મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ
દાહોદ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના સુખસર ખાતે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા હતા. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી સમગ્ર સુખસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશભક્તિના ગીતો દ્વારા નગરજનોમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તિરંગા યાત્રામાં સુખસર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
રાષ્ટ્રધ્વજના સન્માન અને સ્વતંત્રતા પર્વની ઉજવણીના સંદેશ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રાએ સુખસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનું વાતાવરણ સર્જ્યું હતું.