લોડ થઈ રહ્યું છે...

દાહોદમાં ‘પનીર એનાલોગ’ના વેચાણ સામે તંત્રની તવાઈ, ડેરી આઉટલેટ્સ અને વેપારીઓ પાસેથી નમૂના લેવાયા

દાહોદમાં ‘પનીર એનાલોગ’ના વેચાણ સામે તંત્રની તવાઈ, ડેરી આઉટલેટ્સ અને વેપારીઓ પાસેથી નમૂના લેવાયા
દાહોદ,૧૦ ઑગસ્ટ: જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે અને તેમના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ‘પનીર એનાલોગ’ના વેચાણ સામે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ ડેરી આઉટલેટ્સ, વેપારીઓ તેમજ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે અને તેને ગુણવત્તાની ચકાસણી તથા પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શું છે ‘પનીર એનાલોગ’? ‘પનીર એનાલોગ’ એટલે દૂધના બદલે વેજિટેબલ ઓઈલ અથવા ફેટમાંથી બનાવવામાં આવતું પનીર જેવું ખાદ્ય ઉત્પાદન. તંત્ર દ્વારા આવા ઉત્પાદનોના વેચાણ અને લેબલિંગ સહિતના નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ, લેબોરેટરી તપાસમાં પનીરમાં ભેળસેળ અથવા નિયમોના ભંગની પુષ્ટિ થશે તો જવાબદાર વેપારી કે ઉત્પાદક સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોના વેપારીઓને માત્ર પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ શંકાસ્પદ ખાદ્ય સામગ્રી અંગે સાવચેત રહેવા અને કોઈ ફરિયાદ હોય તો સંબંધિત તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. દાહોદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યને લઈને તંત્રની આ કાર્યવાહીથી ભેળસેળખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે.