પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ સાથે ‘કેલમ ન્યૂઝ’ની શુભેચ્છા મુલાકાત, વેબસાઈટનું લોન્ચિંગ
ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ સાથે ‘કેલમ ન્યૂઝ’ના તંત્રી મહેશ ગેહલોતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ‘કેલમ ન્યૂઝ’ની પત્રકારિતાની કામગીરી, દાહોદ સહિત સમગ્ર ગુજરાતના જનપ્રશ્નોને વાચા આપવાના પ્રયાસો તેમજ ડિજિટલ મીડિયા ક્ષેત્રે આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ‘કેલમ ન્યૂઝ’ની નવી વેબસાઈટનું શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ના હસ્તે વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં સમાચાર અને જનહિતના મુદ્દાઓને વધુ ઝડપી, વિશ્વસનીય અને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાના હેતુથી ‘કેલમ ન્યૂઝ’ દ્વારા વેબસાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વેબસાઈટ લોન્ચિંગ પ્રસંગે શંકરસિંહ વાઘેલા ‘બાપુ’એ ‘કેલમ ન્યૂઝ’ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પત્રકારિતાના ક્ષેત્રમાં નિષ્પક્ષતા, નિર્ભયતા અને વિશ્વસનીયતા જાળવી રાખીને જનતાના પ્રશ્નોને યોગ્ય મંચ આપવાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
‘કેલમ ન્યૂઝ’ દ્વારા દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના મહત્વના સમાચાર, સ્થાનિક જનસમસ્યાઓ, સામાજિક મુદ્દાઓ, રાજકીય હલચલ અને જનહિત સાથે જોડાયેલા અહેવાલોને ડિજિટલ માધ્યમથી વધુ વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
નવી વેબસાઈટના લોન્ચિંગ સાથે ‘કેલમ ન્યૂઝ’ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વધુ સક્રિય રીતે સમાચાર અને જનહિતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડશે.