લોડ થઈ રહ્યું છે...

બી.એડ. કોલેજ સિંગવડના તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ.ની લીધી શૈક્ષણિક મુલાકાત

બી.એડ. કોલેજ સિંગવડના તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ.ની લીધી શૈક્ષણિક મુલાકાત
બી.એડ. કોલેજ, સિંગવડના તાલીમાર્થીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાની મુલાકાત કાર્યક્રમ અંતર્ગત સિંગવડ ખાતે આવેલ *ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)* ની મુલાકાત લેવામાં આવી હતી. ગત તારીખ *૦૩ ઓક્ટોબર, શનિવાર* ના રોજ યોજાયેલી આ શૈક્ષણિક મુલાકાતનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ પદ્ધતિ, તાલીમ વ્યવસ્થા અને સંસ્થાકીય સંચાલનથી માહિતગાર કરવાનો હતો.
બી.એડ. કોલેજ સિંગવડના તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ.ની લીધી શૈક્ષણિક મુલાકાત - Image 2
આ દરમિયાન તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ. માં ચાલતા વિવિધ ટ્રેડો, વર્કશોપ, પ્રેક્ટિકલ લેબ અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી કૌશલ્યલક્ષી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા બી.એડ.ના તાલીમાર્થીઓને સંસ્થાની કામગીરી, પ્રવેશ પ્રક્રિયા અને રોજગારલક્ષી તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતથી ભવિષ્યના શિક્ષકોને શિક્ષણના વ્યવહારુ પાસાઓ સમજવામાં મદદ મળશે તેમ કોલેજના પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું.
બી.એડ. કોલેજ સિંગવડના તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ.ની લીધી શૈક્ષણિક મુલાકાત - Image 3
બી.એડ. કોલેજ સિંગવડના તાલીમાર્થીઓએ આઈ.ટી.આઈ.ની લીધી શૈક્ષણિક મુલાકાત - Image 4