સીંગવડના પીપળીયા ગામે આંગણવાડી કેન્દ્ર ૧, ૨, ૩ માં "આંગણ ઉત્સવ" ની ઉત્સાહભેર ઉજવણી
સીંગવડ તાલુકાના પીપળીયા ગામની આંગણવાડી કેન્દ્ર ૧, ૨, ૩ ખાતે આજરોજ "આંગણ ઉત્સવ" ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. "આપણી આંગણવાડી, આપણી જવાબદારી" સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ ભારે જન ભાગીદારી સાથે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત, આરતી અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને નાના ભૂલકાઓ દ્વારા બાળગીતોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને THR (ટેક હોમ રાશન) નું વિતરણ કરવામાં આવ્યું હતું, લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને અંતે ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા સદસ્ય જયશ્રીબેન પરમાર,બ્લોક ન્યુટ્રિશન મેનેજર *મહેશભાઈ રબારી*, FHW લતાબેન, ઉપ સરપંચ અંકિતભાઈ, દીપકભાઈ, શિક્ષક લક્ષ્મણભાઈ સહિત મોટી સંખ્યામાં બાળકો, કિશોરીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આંગણ ઉત્સવ પ્રસંગે તાલુકા સદસ્યશ્રી જયશ્રીબેન પરમાર અને ICDS શાખા વતી બ્લોક ન્યુટ્રિશન મેનેજર મહેશભાઈ રબારીએ આંગણવાડી દ્વારા મળતા લાભો - જેમ કે પોષણ, પ્રારંભિક શિક્ષણ, અને બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી અવનવી પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે કાર્યકરશ્રી બારીઆ જયાબેને ઉપસ્થિત સૌનો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો.