લોડ થઈ રહ્યું છે...

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું મહુડી ખાતે ભવ્ય સ્વાગત

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું મહુડી ખાતે ભવ્ય સ્વાગત
મહુડી, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૬: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સુધી આયોજિત બાઈક યાત્રાનું મહુડી ગામે ભાજપા સંગઠનના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાઈક યાત્રામાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીશ્રી રમેશભાઈ કટારા, લોકસભા સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ભાજપા પ્રદેશ મંત્રીશ્રી શંકરભાઈ અમલીયાર, ભાજપા પ્રદેશ આદિજાતિ મહિલા મહામંત્રીશ્રી શીતલબેન વાઘેલા તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરીયા સહિતના આગેવાનો જોડાયા હતા.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું મહુડી ખાતે ભવ્ય સ્વાગત - Image 2
આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ અભિષેકભાઈ મેડા, મુકેશભાઈ લબાના અને બાબુતસિંહ ચૌહાણ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીમતી સુમનબેન ડામોર, તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રમુખશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહુડી ગામે બાઈક યાત્રાનું આત્મીય અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જનપ્રતિનિધિઓ તથા સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સેવા, સંગઠન અને જનસંપર્કની ભાવનાને ઉજાગર કરતો રહ્યો હતો.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું મહુડી ખાતે ભવ્ય સ્વાગત - Image 3
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર બાઈક યાત્રાનું મહુડી ખાતે ભવ્ય સ્વાગત - Image 4