ઝાલોદમાં ગાંધી જયંતીની ઉત્સાહભેર ઉજવણી
ઝાલોદ, તા. ૨: ઝાલોદ નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મીઠા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપના ગુજરાત પ્રદેશ મંત્રી ભરતભાઈ શ્રીમાળી સહિત ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન દિનેશભાઈ પંચાલ, શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સૌએ મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સાદગીના વિચારોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ સમાજમાં શાંતિ, સ્વચ્છતા અને એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.