લોડ થઈ રહ્યું છે...

રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાની વિદ્યાર્થીનીઓએ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા

રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાની વિદ્યાર્થીનીઓએ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા
આજરોજ તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરત ખાતે શાળાકીય SGFI રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિભાસ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, દેવગઢબારિયાની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
સ્પર્ધામાં અંડર-14 કેટેગરીમાં નિનામા કોમલબેન કાળુભાઈએ બ્રોન્ઝ મેડલ, જ્યારે અંડર-19 કેટેગરીમાં મેડા રમીલાબેન કાળુભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવીષ શાળા, દાહોદ જિલ્લો અને વિભાસ ટ્રસ્ટ, દેવગઢબારિયાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ વિભાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમંત મહારાજા તુષારસિંહસિંહજી બાબાસાહેબ, શાળાના MD/CEO તપનભાઈ પટેલ, એજ્યુકેશનલ ડાયરેક્ટર પ્રેક્ષાબેન પટેલ, આચાર્ય હિતેશભાઈ રાઠોડ, કોચ નિલેશભાઈ મેડા, માર્ગદર્શક શિક્ષક ઉમેશભાઈ પટેલ તેમજ હોસ્ટેલ સ્ટાફ અને સમગ્ર જ્ઞાનશક્તિ શાળા પરિવારે બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.