લોડ થઈ રહ્યું છે...

મઘાનીસર ગામે ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ

મઘાનીસર ગામે ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ
મઘાનીસર, તા. ૨૭: મઘાનીસર ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના સંબોધનને સાથે મળીને શ્રવણ કર્યું હતું. કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ ડામોર તથા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી સુમનબેન ડામોર સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મઘાનીસર ગામે ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ - Image 2
‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ, જનહિતલક્ષી કામગીરી, સામાજિક પહેલો તથા રાષ્ટ્રના વિકાસમાં નાગરિકોની ભાગીદારી અંગે સંવાદ કરે છે. કાર્યક્રમમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી રહેલા લોકો અને વિવિધ જનહિતલક્ષી પહેલોની માહિતી પણ આપવામાં આવી હતી. મઘાનીસર ગામે યોજાયેલા સામૂહિક શ્રવણ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.