લોડ થઈ રહ્યું છે...

સિંગવડમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનુ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું

સિંગવડમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનુ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું
સિંગવડમાં અનંત ચતુર્દસીના પાવન પર્વ નિમિત્તે દસ દિવસ સુધી ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરાયેલ ગણપતિ બાપાને ભાવિક ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી.સિંગવડ નગર તેમજ તાલુકાના વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલ ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સિંગવડનગરમાં દસ દિવસ દરમ્યાન ગણેશજીની આરતી,પ્રસાદ તથા વિવિધ ભોગ ધરાવીને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પુંજા અર્ચના કરી હતી. અનંત ચતુર્થીના દિવસે ડી.જે ના તાલે તથા”ગણપતિ બાપ્પા મોરિયા” ના જય ઘોષ સાથે ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ હતી.વિસર્જન યાત્રા સિંગવડનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ માં ભમરેજી મંદિર કબુતરી નદી ખાતે પહોંચી હતી.
સિંગવડમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીની પ્રતિમાઓનુ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું - Image 2
વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.ડી.જે ના તાલે ભક્તો નાચતા ગાતા અને “ગણપતિ બાપા મોરિયા” ના જય ધોષ સાથે શ્રીજીને વિદાય આપી હતી. યાત્રા દરમિયાન ગુલાલની છોળો અને પુષ્પ વર્ષા વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ વિસર્જનને લઈને રણધીકપુર પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરના વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. રણધીકપુર પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસર્જન યાત્રા દરમ્યાન તકેદારી રાખવામાં આવી હતી. પોલીસની સતર્ક કામગીરી અને ગણેશ યુવક મંડળનો સાથ સહકારથી ધાર્મિક માહોલના પગલે ગણેશ વિસર્જનનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.