લોડ થઈ રહ્યું છે...

ફતેપુરાના ગડરા ગામના વાલરા ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૨ કિમી માર્ગનું રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત

ફતેપુરાના ગડરા ગામના વાલરા ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૨ કિમી માર્ગનું રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત
ફતેપુરા તાલુકાના ગડરા ગામના વાલરા ફળિયાના ગ્રામજનોની વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત આવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. લાંબા સમયથી રસ્તાની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રામજનો માટે રૂ. ૧.૩૦ કરોડના અંદાજિત ખર્ચે ૨ કિલોમીટર લાંબા માર્ગનું નિર્માણ કરવામાં આવનાર છે. ૧૨૯-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે માર્ગના કામનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને છેવાડાના વિસ્તારોને સારી કનેક્ટિવિટી સાથે જોડવા સરકારની પ્રાથમિકતા છે. નવા માર્ગના નિર્માણથી વાલરા ફળિયાના લોકોને વાહનવ્યવહાર ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ સહિતની આવશ્યક સેવાઓ મેળવવામાં સુવિધા મળશે.
ફતેપુરાના ગડરા ગામના વાલરા ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૨ કિમી માર્ગનું રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત - Image 2
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો સહિત વિવિધ હોદ્દેદારો તથા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની રસ્તાની માગણીનો ઉકેલ આવતાં વાલરા ફળિયાના ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ફતેપુરાના ગડરા ગામના વાલરા ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો અંત રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ૨ કિમી માર્ગનું રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત - Image 3