લોડ થઈ રહ્યું છે...

રામસાગર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ઝાલોદમાં ચકચાર

રામસાગર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ઝાલોદમાં ચકચાર
ઝાલોદ પોલીસે મૃતદેહ બહાર કઢાવી સરકારી હોસ્પિટલ ખસેડ્યો, ઓળખ અને મોતના કારણ અંગે તપાસ શરૂ ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં આવેલા રામસાગર તળાવમાંથી બુધવારે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તળાવમાં લાશ જોવા મળતાં સ્થાનિકોએ તાત્કાલિક ઝાલોદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં મૃતદેહને તળાવમાંથી બહાર કઢાવી જરૂરી કાર્યવાહી બાદ વધુ તપાસ અને તબીબી કાર્યવાહી માટે ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રામસાગર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ઝાલોદમાં ચકચાર - Image 2
મૃતકની હાલ ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. સાથે જ વ્યક્તિનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પંચનામા સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસ બાદ જ મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.