દાહોદ જિલ્લાના ઝાલોદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગર સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી હતી. આજે વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને અસહ્ય ગરમી તથા ઉકળાટથી ત્રસ્ત નગરજનોને રાહત મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધતા લોકો પરેશાન હતા. ત્યારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ઝાલોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.
લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ આશા જાગી છે. વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મેઘરાજાની એન્ટ્રીથી દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.