દેવગઢ બારીયા પોલીસે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
દેવગઢ બારીયા: દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી કામગીરી અંતર્ગત દેવગઢ બારીયા પોલીસે આ કાર્યવાહી કરી છે.
દેવગઢ બારીયા પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપુતની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફની ટીમ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વોચમાં હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી કમલેશભાઈ અમરસિંહભાઈ તડવી, રહે. અંબા (બાર), તા. લીમખેડા, જી. દાહોદ, દેવગઢ બારીયા શહેરમાં હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને શોધી કાઢ્યો હતો અને તેને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એએ), 116(બી), 98(2) અને 81 મુજબ કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપુત સહિત ASI રણજીતસિંહ સમરસિંહ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ મંગળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલોની ટીમ જોડાઈ હતી.
નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં દેવગઢ બારીયા પોલીસને સફળતા મળી છે.