લોડ થઈ રહ્યું છે...

સંજેલીની આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

સંજેલીની આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
સંજેલી: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથક ખાતે આવેલી આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પટાંગણને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. જન્માષ્ટમી નિમિત્તે શાળાના નાના ભૂલકાઓ કૃષ્ણ, રાધા, બલરામ અને યશોદાના વેશમાં સજ્જ થઈ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ કૃષ્ણ જન્મલીલા, માટલી ફોડ સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ‘ગોવિંદા... આલા રે આલા’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
સંજેલીની આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી - Image 2
કાર્યક્રમમાં શાળાના આચાર્ય રૂચિતાબેન રાજ ઉપસ્થિત રહી બાળકોને જન્માષ્ટમીના પર્વનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, પ્રેમ અને કર્મનો સંદેશ ગ્રહણ કરવા બાળકોને પ્રેરણા આપી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારોનું સિંચન થાય છે. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ અને સ્ટાફે મહેનત કરી હતી. અંતે બાળકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંજેલીની આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી - Image 3
સંજેલીની આર.ડી. ગુરુકુલમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી - Image 4