લોડ થઈ રહ્યું છે...

ઝાલોદ તાલુકાના મઘાનીસર બુથ નં. ૨૪ ખાતે ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

ઝાલોદ તાલુકાના મઘાનીસર બુથ નં. ૨૪ ખાતે ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ
ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામના બુથ નંબર-૨૪ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના એપિસોડ નંબર-૧૩૭નું સામૂહિક શ્રવણ યોજાયું હતું. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, આગેવાનો, ગ્રામજનો તથા સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીના પ્રેરણાદાયી સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો. આ પ્રસંગે ઝાલોદ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ સમસુભાઈ ડામોર, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર તથા સરપંચ રિંકુબેન ડામોર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝાલોદ તાલુકાના મઘાનીસર બુથ નં. ૨૪ ખાતે ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ - Image 2
‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દેશના નાગરિકો સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સંવાદ કરે છે. દેશનો વિકાસ, આત્મનિર્ભર ભારત, સામાજિક એકતા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને રાષ્ટ્રનિર્માણમાં નાગરિકોની ભાગીદારી જેવા વિષયો અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવે છે. મઘાનીસર ખાતે યોજાયેલા સામૂહિક શ્રવણ દરમિયાન ગ્રામજનોએ પ્રધાનમંત્રીના વિચારોને આવકારી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો.