લોડ થઈ રહ્યું છે...

ડાંગરીયા તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ડાંગરીયા તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી
દેવગઢ બારિયા: તાલુકાના ડાંગરીયા ગામની તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુરુજનો, બાલિકાઓ તથા વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને રક્ષણની ભાવનાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા અને પરસ્પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય અજયભાઈ પટેલે વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વ સાથે જોડાયેલી વિવિધ વાર્તાઓ સંભળાવી હતી તેમજ તહેવારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
ડાંગરીયા તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી - Image 2
રક્ષાબંધન પર્વની ઉજવણીથી શાળાનું સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરસ્પર સ્નેહ, એકતા અને રક્ષણની ભાવનાને ઉજાગર કરી આ પવિત્ર તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.
ડાંગરીયા તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી - Image 3
ડાંગરીયા તળાવ ફળિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી - Image 4