લોડ થઈ રહ્યું છે...

ઝાલોદ મહિલા મોરચા દ્વારા પોલીસ સ્ટાફ અને કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી

ઝાલોદ મહિલા મોરચા દ્વારા પોલીસ સ્ટાફ અને કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસના પર્વ રક્ષાબંધનની ઝાલોદ ખાતે અનોખી અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ મહિલા મોરચા દ્વારા ઝાલોદ ડી.વાય.એસ.પી. કચેરી તેમજ સબ જેલ ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહિલા મોરચાની બહેનોએ ડી.વાય.એસ.પી. કચેરી ખાતે પોલીસ સ્ટાફને તેમજ સબ જેલમાં રહેલા કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પહેલ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સાથે માનવતા, સ્નેહ, લાગણી અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ઝાલોદ મહિલા મોરચા દ્વારા પોલીસ સ્ટાફ અને કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી - Image 2
કાર્યક્રમમાં ઝાલોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રેખાબેન ટપુભાઈ વસૈયા, નગરપાલિકા સભ્ય શ્રીમતી મીરાબેન શાહ, સભ્ય શ્રી તમન્નાબેન પટેલ, સંગઠન ઉપપ્રમુખ રીટાબેન સોલંકી, મહિલા મોરચા પ્રમુખ જીગ્નીશાબેન પંચાલ, મહામંત્રી ડિમ્પલબેન પટેલ, મહિલા ઉપપ્રમુખ નિમિષાબેન પંચાલ, મહિલા ઉપપ્રમુખ કોકિલાબેન પરમાર, મહિલા કોષાધ્યક્ષ પ્રિયાબેન દેસાઈ તથા મહિલા મોરચા મંત્રી મમતાબેન દરજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, લાગણી અને સુરક્ષાના પવિત્ર બંધનનું પ્રતિક છે. ઝાલોદ મહિલા મોરચાની આ ઉજવણી દ્વારા તહેવારની ખુશીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.