લોડ થઈ રહ્યું છે...

નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારીયાના અર્પિત રાણાએ બે મેડલ જીત્યા

નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારીયાના અર્પિત રાણાએ બે મેડલ જીત્યા
દેવગઢ બારિયા: હરિદ્વાર ખાતે યોજાયેલી નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ-2026માં દેવગઢ બારિયા શહેરના યુવા ખેલાડી અર્પિત ચંદ્રકાંત રાણાએ શાનદાર પ્રદર્શન કરી બે મેડલ મેળવી શહેરનું તથા શાળાનું નામ રોશન કર્યું છે. અર્પિત રાણા એસ.આર. હાઈસ્કૂલ (ડી.એલ.એસ.એસ.)માં ધોરણ-10માં અભ્યાસ કરે છે. અંડર-15 કેટેગરીમાં 90 કિલો ગી કેટેગરીમાં અર્પિતે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 90 કિલો નો-ગી કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારીયાના અર્પિત રાણાએ બે મેડલ જીત્યા - Image 2
સામાન્ય પરિવારના અર્પિતે પોતાની મહેનત, લગન અને રમત પ્રત્યેના સમર્પણથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સફળતા મેળવી છે. તેની આ સિદ્ધિથી પરિવારજનો તેમજ એસ.આર. હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અર્પિત રાણાની આ સિદ્ધિ બદલ બારીયા શહેરના રમતપ્રેમીઓ તથા શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારીયાના અર્પિત રાણાએ બે મેડલ જીત્યા - Image 3
નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં દેવગઢ બારીયાના અર્પિત રાણાએ બે મેડલ જીત્યા - Image 4