લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
દેવગઢ બારિયા: જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા દેવગઢ બારિયામાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર આર.એમ. મહેરાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમને સાથે રાખીને દેવગઢ બારિયામાં આશરે ૨૦ જેટલી પેઢીઓની સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બળેલું તેલ, ચટણી, પેંડા તેમજ એક્સપાયરી ડેટ વીતી ગયેલી સહિતની આશરે ૫૦ કિલોગ્રામ અખાદ્ય સામગ્રી મળી આવી હતી.
દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ - Image 2
તંત્ર દ્વારા અખાદ્ય જથ્થો જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનારા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી સ્થળ પર જ રૂ. ૭,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. સાથે જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ - Image 3
દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ - Image 4
દેવગઢ બારિયામાં ફૂડ વિભાગની સઘન તપાસ, ૫૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ - Image 5