લોડ થઈ રહ્યું છે...

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના હેતુથી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી દેવગઢ બારિયા જનપદ પ્રશાસન તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, દાહોદના સંયુક્ત આયોજન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આ યાત્રા યોજાઈ હતી. દેવગઢ બારિયાની વાય.એસ. આર્ડસ એન્ડ કે.એસ. શાહા કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા ઇરા માધ્યમિક શાળા ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિવિધ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ - Image 2
ઇરા માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મામલતદારશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સંસ્કૃત ભાષાના મહત્વ અને ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ તથા પરંપરામાં તેના સમૃદ્ધ વારસા અંગે માહિતી આપી હતી. નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના વિકસે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે દેવગઢ બારિયાના પ્રાંત અધિકારી, મામલતદાર, વર્ગ-૨ના અધિકારીઓ, એ.આઈ.આઈ., ટી.પી.ઈ.ઓ., બી.આર.સી., આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ - Image 3