લોડ થઈ રહ્યું છે...

દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો

દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો
દાહોદ: દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે સંકલ્પ કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા UDISHA સેલના કો-ઓર્ડિનેટર ડૉ. વિશાલ આર. જૈનના આયોજન અને સંકલનથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા તેમાં રહેલી કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સંકલ્પ કેરિયર એકેડમીના પ્રતિનિધિઓનું સ્વાગત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો - Image 2
આ પ્રસંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બાબુભાઈ ભુરીયાએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપવાની સાથે પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન, સમય વ્યવસ્થાપન અને સતત મહેનતના મહત્વ અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. સંકલ્પ કેરિયર એકેડમીના ડાયરેક્ટર વિકાસ સાહેબે પરીક્ષાઓની તૈયારી, કારકિર્દીની તકો અને અસરકારક અભ્યાસ પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાના પઠાણે કર્યું હતું, જ્યારે આભારવિધિ નેન્સી ક્રિશ્ચિયને કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો - Image 3