લોડ થઈ રહ્યું છે...

દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી

દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી
દાહોદ, તા. ૨૪: રક્ષાબંધન પર્વ નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે આરોગ્ય વિભાગ તથા સંલગ્ન સંસ્થાઓના સહયોગથી ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓ અને સંસ્થાની સ્ટાફ બહેનોએ જેલના અધિકારીઓ, કર્મચારીઓ તથા બંદીવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ જીસેક્સ, અમદાવાદ દ્વારા નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત દાહોદ જિલ્લામાં કાર્યરત દિશા, ડાપકું, આઈ.સી.ટી.સી., ટી.આઈ., એલ.ડબલ્યુ.એસ. તેમજ GSNP+ સુરત દ્વારા કાર્યરત શુભેક્ષા અને વિહાન સંસ્થાના સ્ટાફ બહેનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી - Image 2
આ પ્રસંગે જેલના અધિકારીઓ, કર્મચારીઓ તથા બંદીવાનોને મીઠાઈ ખવડાવી રાખડી બાંધી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ સમાજમાં ભાઈચારો, માનવતા, સ્નેહ અને પરસ્પર લાગણીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. બંદીવાનો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી તેમને પણ સમાજનો મહત્વપૂર્ણ હિસ્સો હોવાનો આત્મીય અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથે જ આરોગ્ય વિભાગ અને જેલ પ્રશાસન વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની સાથે બંદીવાનોના આરોગ્ય અને માનસિક સુખાકારી પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી - Image 3
દાહોદ સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી - Image 4