દેવગઢ બારિયામાં ઈદ-એ-મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
દેવગઢ બારિયા: આગામી તા. 26 ઓગસ્ટ, 2026ના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનો તહેવાર ઉજવવામાં આવનાર છે. જેને અનુલક્ષીને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. રાજપૂત સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઈદ-એ-મિલાદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં બંને સમાજના આગેવાનોને પરસ્પર ભાઈચારો અને કોમી એકતા જાળવી તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ કોઈપણ પ્રકારની અફવા કે અનિચ્છનીય પ્રવૃત્તિથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. બેઠકના અંતે ઈદ-એ-મિલાદનો તહેવાર શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.