ગણેશોત્સવને લઈ દાહોદ ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક
આગામી ગણેશોત્સવને અનુલક્ષીને દાહોદ ટાઉન ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે DySPની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ દ્વારા ગણેશ મંડળોના આયોજકોને નિયમોનું પાલન કરવા, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખવા અને પોલીસ સાથે સંકલન જાળવવા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.