લોડ થઈ રહ્યું છે...

દાહોદ પોલીસ લોકઅપમાંથી આરોપી ફરાર, બેદરકારી બદલ PSO-કોન્સ્ટેબલ સસ્પેન્ડ

દાહોદ: દાહોદ ટાઉન પોલીસ મથકના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. આરોપીને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ફરજમાં બેદરકારી બદલ દાહોદ ટાઉન પોલીસ મથકના PSO સહિત એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપી વિરુદ્ધ વધુ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે LCB અને SOGની ટીમોએ શોધખોળ તેજ કરી છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.