લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારિયાના ગુણા ગામે ધોળા દિવસે દીપડાની એન્ટ્રી, ગ્રામજનોમાં ફફડાટ

દેવગઢ બારિયા: દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના પટેલ ફળિયામાં ધોળા દિવસે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તાર નજીક દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં માનવજીવન તેમજ પશુધનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ધોળા દિવસે દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દીપડાની હિલચાલને લઈને લોકોમાં ભયનો માહોલ છે. જેથી વનવિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરી રહેણાંક વિસ્તાર નજીકના લોકોને ભયમુક્ત કરવા તેમજ માનવ અને પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા વનવિભાગ સમક્ષ રજૂઆત કરી છે.