લોડ થઈ રહ્યું છે...

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હડમત PHC અને ઝાબ સબ સેન્ટરની મુલાકાત

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હડમત PHC અને ઝાબ સબ સેન્ટરની મુલાકાત
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે સુખસર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડમત તથા સબ સેન્ટર ઝાબની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મમતા દિવસ અંતર્ગત માતા અને બાળ આરોગ્યને લગતી આપવામાં આવતી વિવિધ સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે પોરાનાશક કામગીરી, ડસ્ટિંગ સહિતની વિવિધ કામગીરીનું પણ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હડમત PHC અને ઝાબ સબ સેન્ટરની મુલાકાત - Image 2
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું સઘન નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને ગુણવત્તાસભર બને તે માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મમતા દિવસની સેવાઓનું નિયમિત અને સુચારુ આયોજન કરવા તેમજ સ્વચ્છતા અને રોગચાળા નિયંત્રણ સંબંધિત કામગીરીમાં સતત તકેદારી રાખવા આરોગ્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહે અને લાભાર્થીઓને સમયસર જરૂરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે અંગે ખાસ ભાર મૂકાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હડમત PHC અને ઝાબ સબ સેન્ટરની મુલાકાત - Image 3
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હડમત PHC અને ઝાબ સબ સેન્ટરની મુલાકાત - Image 4