પી.એમ. શ્રી દોલતગંજ કન્યાશાળામાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
દાહોદ ખાતે આવેલી પી.એમ. શ્રી દોલતગંજ કન્યાશાળામાં લાયન્સ ક્લબ ઓફ દાહોદના સભ્યોની ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાની નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી હીરાબેન સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
શ્રીમતી હીરાબેન સોલંકીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલી ઉત્તમ કામગીરી બદલ શાળાના આચાર્યશ્રી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં સતત સહયોગ અને સારી કામગીરી બદલ શ્રીમતી મીનાબેન ભાભોરનું લાયન્સ ક્લબના પ્રમુખ જયકિશનભાઈ જેઠવાણી તથા સેક્રેટરી સજ્જાદભાઈ ભાટિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પી.એમ. શ્રી દોલતગંજ કન્યાશાળા સાથે લાયન્સ ક્લબ ઓફ દાહોદના સભ્યો સતત જોડાયેલા રહી શાળાના વિવિધ કાર્યક્રમોમાં સહયોગ આપતા હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષિકાઓ, નિવૃત્ત શિક્ષિકા બહેનો તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ જયકિશનભાઈ જેઠવાણી અને સેક્રેટરી સજ્જાદભાઈ ભાટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.