લોડ થઈ રહ્યું છે...

દેવગઢ બારિયા ની શ્રીજી શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

દેવગઢબારિયામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગર ખાતે આજે 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા, વિક્ટરી સર્કલ તેમજ ટાવર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિક્ટરી સર્કલ ખાતે ધ્વજવંદન બાદ દેશભક્તિના નારા સાથે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્ટરી સર્કલથી રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટાવર ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન નગરજનોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે દેવગઢબારિયાની દીકરી અને આંતરરાષ્ટ્રીય તાઈક્વૉન્ડો ચેમ્પિયનશિપ-2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ પ્રાપ્ત કરનાર મિસ્બા દીવાનના વરદ હસ્તે ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મિસ્બા દીવાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તેમજ દેવગઢબારિયા નગરનું નામ રોશન કરતાં આ પ્રસંગે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ટાવર ખાતે ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત સહિત દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી દેવગઢબારિયા નગર ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા