દેવગઢ બારિયામાં DAP ખાતરની કાળાબજારી સામે તંત્ર ની મોટી કાર્યવાહી
દેવગઢ બારિયા ની મેન્દ્રા ચોકડી ખાતે આવેલા ગોડાઉન ઉપર ડીએપી ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો
ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે મેન્દ્રા ચોકડી પાસે આવેલા એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઈઝ રેડ પાડી હતી
સહકારી મંડળીના ઈસ્માઈલ બાજી નામના શખ્સે ડીએપી ખાતરનો મોટો જથ્થો બારોબાર શંકાસ્પદ ગોડાઉનમાં ખસેડ્યો હતો
સ્થળ પરથી ખેતી વિભાગની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ ઝડપી પાડી
બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘના આ ગોડાઉન હોવાનું સામે આવ્યું
આ સંસ્થાઓ દ્વારા સહકારી મંડળીનું ખાતર કાળાબજારીમાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક બૂમો ઉઠી હતી
ખેડૂતો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના પગલે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ગોડાઉન સીલ કરી દીધું છે
ખાતરની કાળાબજારી કરનારા તત્વોમાં જિલ્લા અધિકારીઓની લાલ આંખથી ભારે ફાફડાટ અને સન્નાટો ફેલાઈ ગયો
ખેતીવાડી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે
સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કડક પગલાં લેવાશે
રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા